ભરેલા ભીંડાનું શાક આ રીતે બનાવશો તો ટેસ્ટ પડી જશે|Bharela Bhindanu Shak banavo

ભરેલા ભીંડાનું શાક


ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે સામગ્રી:-

 250 ગ્રામ ભીંડા

3-4 ચમચા બેસન

1 ચમચી લાલમરચાનો પાઉડર

2 ચમચી ધાણા જીરું પાઉડર

અડધી ચમચી હળદર

અડધી ચમચી આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ 1 ચમચી

અડધી ચમચી હિંગ

1 ચમચી જીરું

મીઠું સ્વાદ મુજબ

4-5 ચમચી તેલ

અડધી ચમચી ગરમ મસાલો

 

ભરેલા ભીંડાનું શાક બનાવવાની રીત:-

 ભરેલાં ભીંડા બનાવવા સોથી પહેલાં ભીંડાને પાણીમાં બરોબર ધોઈ લ્યો. ત્યાર બાદ કપડાથી કોરા કરી લો જેથી કરી ભીંડામાં ચિકાસ ન આવે. હવે એના ઉપર નીચેના ભાગે ચાકૂથી કાપી નાખો ને વચ્ચે લાંબો ઊભો ચીરો પાડો. આમ બધા ભીંડા ની ઉપરની ટોપી ને નીચે ના ભાગની એજીશ કાઢી ઊભા લાંબા કાપા પાડી તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે મસાલો બનાવવા એક વાટકામાં બેસન લો. એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા-જીરું પાઉડર, હળદર, આમચૂરપાઉડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખો અને મિક્સ કરો. ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખો અને ફરીથી બધા મસાલા મિક્સ કરીલો, તૈયાર થઈ જશે તમારો સ્ટફિંગનો મસાલો.

હવે ભીંડામાં જ્યાં ઊભા લાંબા ચીરા કરેલા છે એમાં તૈયાર મસાલો બરોબર ભરી લો. એક પછી એક બધા જ ભીંડા આ રીતે ભરીને તૈયાર કરી લો.

હવે ગેસ પર એક કઢાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો, તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ભીંડાને એમાં મૂકાતા જાઓ. બધા ભીંડા મૂકી દીધા બાદ ઢાંકીને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચઢાવો.

ચાર મિનિટ બાદ ચમચાથી બધા ભીંડાને ઊથલાવી દો ને ફરીથી ઢાંકીને ત્રણ મિનિટ ચઢાવો. ત્રણ મિનિટ પછી પાછા ભીંડાને ઊથલાવી દો અને એના પર બચેલો મસાલો નાખી મિક્સ કરી દો અને પાછા પાંચ મિનિટ ચઢાવી દો. ત્યારબાદ ગેસ બંધ કરી ગરમા ગરમ ભરેલા ભીંડા સર્વ કરો.

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો, આવી જ અવનવી વાનગીઓ શીખવા માટે અમારા બ્લોગની હંમેશા મુલાકાત લેતા રહો. અને બીજાને શેર કરતાં રહો.


Post a Comment

Previous Post Next Post