હેલો દોસ્તો શું ? તમને પાવભાજી ખાવાની ઈચ્છા થઈ રહી છે, પણ
બહાર રેસ્ટોરેંટની નહીં, ઘેરે બનેલી પાવભાજી ખાવી છે તમને, તો આવો આજે આપણે રેસ્ટોરેંટના સ્વાદ જેવી જ ચટાકેદાર પાવભાજી ઘેરે કેમ બનાવવી એ શિખીએ
અને એની રીત, સામગ્રી શું લાગી શકે એ જાણીએ.
ભાજી માટે જરૂરી સામગ્રી:
2 બટાકાના કટકા
¼ બીટના કટકા
1 કપ ગાજરના કટકા
¼ વટાણા
½ કપ કેપ્સિકમના ઝીણાં કટકા
½ કપ ફૂલગોબી (ફ્લાવર)ના કટકા
1 ડુંગળી (કાંદો) ઝીણો સમારેલો
2 ટામેટાં ઝીણાં સમારેલા
1-2 ચમચી કસૂરી મેથી
¼ કપ લીલો કોથમીર(ધાણા)
3 ચમચા પાઉંભાજી મસાલો
1 ચમચી જીરું
2 ચમચી આદું-લસણની પેસ્ટ
¼ ચમચી હળદર
1 ચમચી લાલ મરચાનો પાઉડર
4 ચમચા તેલ
3 ચમચા માખણ
સ્વાદ અનુસાર મીઠું
2 કપ પાણી
પાઉના મસાલા માટે જરૂરી સામગ્રી:-
1 ચમચી માખણ
½ ચમચી પાઉભાજી મસાલો
1 ચમચી કોથમીર ઝીણું સમારેલું
ભાજી બનાવવાની રીત:
ભાજી બનાવવા સોપ્રથમ ગેસ પર એક કુંકરમાં
બે ચમચી તેલ અને બે ચમચી માખણ ગરમ કરો.
તેલ માખણ ગરમ થાય એટ્લે તેમાં જીરું નાખી
શેકો.
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી (કાંદો), આદું-લસણની પેસ્ટ નાખી બેથી ત્રણ મિનિટ શેકો.
ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો ભૂકો, પાઉભાજી મસાલો તેમજ
લીલા ધાણા નાખી 2-3 મિનિટ શેકો.
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં નાખી
ટામેટાં નરમ થઈ તેલ છોડે ત્યાં સુધી શેકો.
ત્યારબાદ તેમાં ગાજરના કટકા, બટાકાના કટકા, વટાણા, બીટના કટકા, ફૂલકોબીનાં કટકા,
કેપ્સિકમના કટકા નાખી બરોબર મિક્સ કરો.
ત્યારબાદ દોઢથી બે કપ જેટલું પાણી નાખી
સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો.
ત્યાર પછી કૂકરના ઢાકણ ઢાંકી સીએચએછ થી
સાત સિટી થવા દો, છ-સાત સિટી બાદ ગેસ બંધ
કરી કુકર ઠંડુ થવાદો.
એ પછી કુકર ખોલી મેસર વડે બધી શાકભાજીઓને
બરોબર મેષ કરીલો.
એણે ધીમે તાપે ખદ ખદવા દો.
ત્યાં સુધીમાં બીજી કોઈ કઢાઈમાં બે ચમચી
તેલ અને એક ચમચી માખણ ગરમ કરો.
ગરમ થાય એટલે તેમાં મેથી, લીલા ધાણા અને પા ચમચી પાઉભાજી ગરમ મસાલો નાખી મિક્સ કરો.
તૈયાર વઘારને પાઉભાજી ઉપર નાખી બરાબર
મિક્સ કરો, તો ભાજી તૈયાર છે.
હવે પાઉને સેકવા માટે એક તવી પર એક ચમચી
માખણ ગરમ કરવા મૂકો.
માખણ ગરમ થાય એટ્લે તેમાં એક ચમચી
પાવભાજી ગરમ મસાલો અને એક ચમચી જેટલા ધાણા નાખી મિક્સ કરો.
પાઉં ને વચ્ચેથી કટકા કરી તવી પર બંને
બાજુ શેકીને ગરમ કરી લો.
તો તૈયાર છે પાવભાજી જેને ભાજી પર માખણ
નાખી પાઉં ને ડુંગળીના કચૂબર સાથે ગરમાગરમ મજા માણી શકો.