જરૂરી સામગ્રી:-
પાકેલાં કેળાં મોટા કદના 2 |
લીલી એલચી પાવડર ½ ચમચી |
પાઉડર ખાંડ ¾ કપ |
દૂધ જરૂરિયાત મુજબ |
ઘઉનો લોટ 2 કપ |
તેલ પૂરી તળવા માટે |
પાકેલાં કેળાની સ્વાદિષ્ટ પૂરી બનાવવાની રીત:-
કેળાની પૂરી બનાવવા માટે સોપ્રથમ 2 કેળાં
લો,
તેની છાલ ઉતારી લો અને બંને કેળાને મેશરથી મેષ કરી લો.
તે પછી ઘઉનો લોટ,
ખાંડનો પાઉડર અને ફ્લેવાર માટે લીલી ઇલાયચી પાવડર નાખી હાથ વડે સારી રીતે મિક્સ
કરો. (પસંદગી મુજબ તમે એમાં ખાંડ વધારી શકો.)
જ્યારે તમે આ બધી વસ્તુઓ હાથ વડે સારી
રીતે મિક્સ કરી લો પછી તેને ભેળવીને લોટ બાંધો. બધુ મિક્સ કર્યા પછી કણક બાંધવા
માટે દૂધ ઉમેરશો નહીં.
તમારી કણક ફક્ત કેળાના ભેજમાથી જ બંધાઈ
જશે,
પરંતુ કણક ખૂબ સખત પણ ન હોવી જોઈએ, જરૂર લાગે તો
કણકમાં દૂધ ઉમેરી ફરીથી લોટ બાંધો. તમે દૂધની જગ્યા પર પાણીનો પણ ઉપયોગ કરી શકો.
તમારે કણક તૈયાર કરી તરત જ પૂરીઓ બનાવવાની
ચ્હે,
કણક સેટ થવા માટે મૂકી રાખવું નહીં.
કણકમાથી ગુલ્લા બનાવી અને એ જ રીતે બધી
પૂરી વણી લો. જો પૂરી ગોળ ન બને તો તીક્ષ્ણ ગ્લાસ કે વાટકીથી બનાવી લેવી.
બધી પૂરી બનીગયા પછી પૂરી તળવા માટે
કઢાઈમાં તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એક સાથે ત્રણથી ચાર પૂરી એક સાથે
તળવા માટે નાખી મધ્યમ તાપ ઉપર બંને બાજુથી ફેરવીને સોનેરી રંગની થાય ત્યાં સુધી
તળો.
જ્યારે તમે પૂરી તેલમાં નાખો ત્યારે ઝારા
વડે હળવા હાથે દબાવો એનાથી પૂરી ફૂલી જશે, બંને બાજુથી સારો
કલર આવી ગયા પછી તેને ટીશ્યુ પેપર પર કાઢીને બાકીની પૂરી એક પછી એક બધી તળી લો. આમ
તૈયાર છે ઓછી સામગ્રીમાં તમારી સ્વાદિષ્ટ પાકેલાં કેળાની પૂરી.