ઘેરે બેસીને કંટાળી ગયા છો, તમને ટેસ્ટી ફરસાણ ખાવાનું માનથાય છે, તો
આજે તમને અમે અંહી એક ટેસ્ટી ચકરી કે જે તમે એક મહિના સુધી રાખી અને એનો ઉપયોગ કરી
શકો. તો આવો જાણીએ ટેસ્ટી ચકરી બનાવવાની રીત.
મેંદાની ચકરી બનાવવા માટે જરૂરી સામગ્રી:-
2 કપ મેંદો
½ ચમચી મીઠું
1 ચમચી કાળા અથવા સફેદ તલ
તેલ
મેંદાની ચકરી બનાવવાની રીત:-
એક પ્લેટમાં 2 કપ મેંદો ચાળી લો, તેને કોટનના કપડામાં બાંધો અને બાંધેલા મેંદાને સ્ટીલના એક
નાના ડબ્બામાં મૂકી ડો.
ડબ્બાને ઢાંકણથી બંધ કરી દો. એક પ્રેશર
કૂકરમાં ડબ્બો મૂકો અને કૂકરમાં 1 ગ્લાસ પાણી નાખો. કૂકરને ઢાંકણથી બંધ કરો અને
તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી વરાળમાં પકાવો (સિટી વાગવાની ચિંતા કર્યા વગર).
ગેસને બંધ કરો અને તેને 5-7 મિનિટ સુધી
એમ જ રહેવા દો. કુકરનું ઢાંકણ ખોલો અને ડબ્બાને ખોલો. બાંધેલો મેંદો મોટા ગઠ્ઠા
જેવો બની ગયો હશે. તેને બહાર કાઢો, એક
મોટા બાઉલમાં મૂકો અને ખોલો.
તેને ખાંડીને પાછો લોટ જેવો બનાવો.
તેને ફરીથી ચાળણીથી ચાળી લો અને બધા નાના
અને મોટા ગઠ્ઠા ફેંકી દો.
ચાળેલા લોટમાં કાળા તલ, ½ ચમચો તેલ અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો.
તેમાં જરૂર પ્રમાણે પાણી નાખો, રોટલી બનાવા માટે જે લોટ બાંધીએ એ પ્રકારનો નરમ અને મુલાયમ
લોટ બાંધો.
પાકેલાં કેળાની સ્વાદિષ્ટ પૂરી
તારાંના આકારનો સંચો લો અને તેને ચકરી
બનાવવાના મશીનમાં ફિટ કરી દો.
મશીનને બાંધેલા લોટથી ભરી દો.
મશીનને તેના ઢાકણથી ટાઈટ બંધ કરી દો. એક
પેપર અથવા મોટી પ્લાસ્ટિક શિટની ઉપર એક હાથે મશીનના હેન્ડલને ગોળાકાર ફેરવીને બીજા
હાથથી મશીનને ગોળાકાર ફેરવીને ચકરી બનાવો.
મધ્યમ ગરમ તેલમાં ચકરી નાખોં અને આંચ ધીમી
કરો, તેને હલકી ગોલ્ડન બદામી થાય ત્યાં સુધી
તેલમાં તળો.
તેને કાઢો અને એક પ્લેટમાં નખોં. ઠંડી
થાય પછી હવાચુસ્ત ડબ્બામાં ભરીદો અને એનો ઉપયોગ 1 મહિના સુધી કરી શકો.
આમ મેંદાની ચકરી પોતાની જાતે ઘેરે જ
બનાવો અને એની મજા માણો.