પંજાબી સ્ટાઈલ છોલે ચણા બનાવો આમ|Make Punjabi Style Chole Chana in Gujarati

પંજાબી સ્ટાઈલ છોલે ચણા બનાવો


પંજાબી સ્ટાઈલ છોલે ચણા બનાવો અને પરિવાર સાથે એની આપ મજા માણી શકો એટલા માટે લઈ ને આવ્યા છે તમારા માટે પંજાબી સ્ટાઈલ છોલે ચણા બનાવવાની રીત.. અને જરૂરી સામગ્રીની માહિતી. 


છોલે ચણા મસાલા બનાવવાની સામગ્રી:-

 

½  કપ સફેદ ચણા (કાબુલી ચણા)

1 ચમચી ચાનો પાઉડર અથવા (1-2 ટી બેગ)

2 લાલ પાકેલાં ટામેટાં

1 મોટી ડુંગળી ઝીણી સમારેલી

1 & ½  ચમચી આદું- લસણની પેસ્ટ

1 લીલું મરચું ઝીણું સમારેલું

½ ચમચી લાલ મરચું પાવડર

¼ ચમચી હળદર

3 ચમચા તેલ

મીઠું સ્વાદ અનુસાર

2 ચમચા સમારેલી કોથમીર

 

સૂકો મસાલા પાઉડર બનાવવા:-

 

1 નાનો ટૂકડો તમાલપત્ર

1 મોટી કાળી એલચી

1 ચમચી સૂકા ધાણા

1 ચમચી જીરું

4-5 મરી

1 સૂકું લાલ મરચું

2 લવિંગ

1 મોટો ટૂકડો તજ

 

છોલે ચણા મસાલા બનાવવાની રીત :-

 

સફેદ ચણાને આખીરાત અથવા લગભગ 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળી દો.

1 ચમચી ચાના પાઉડરને એક સાદા મલમલના કપડામાં બાંધી દો. ચણાનો ઘેરો રંગ લાવવા માટે અને સ્વાદ વધારવા માટે ચાનો ઉપયોગ કરવામાં આવ્યો ચ્હે પરંતુ તમે ચાના પાઉડરને બદલે ટી બેગનો ઉપયોગ પણ કરીશકો છો.

ચણા અને બાંધેલી ચાની પોટલી, મીઠું અને પાણીની સાથે મધ્યમ આંચ ઉપર 2-3 લિટરની ક્ષમતાવાળા પ્રેશર કૂકરમાં 4-5 સિટી થાય ત્યાં સુધી બાફી લો. જો પ્રેશર કુકર ઉપલબ્ધ ન હોય તો કઢાઈ અથવા તપેલીનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ તેમ સમય વધારે લાગી શકે છે. બાફેલા ચણામાથી બાંધેલી ચાની પોટલીને કાઢી નાખો અને વધારાનું પાણી એક બાઉલમાં કાઢીલો. કાઢેલા પાણીને આગળના સ્ટેપ માટે બાજુમાં જ મૂકો.

તમાલપત્ર, મોટી એલચી, સૂકા ધાણા, જીરું, મરી, સૂકું લાલ મરચું, લવિંગ અને તજને ધીમી આંચ પર 1 મિનિટ માટે શેકી લો. સૂકો પંજાબી મસાલો બનાવવા માટે શેકેલા મસાલાને મિકસરમાં બારીક પીસી લો. 2 ચમચા બાફેલાં ચણાને મિકસરમાં દરદરા પીસી લો અથવા ચમચાથી દબાવીને મસળી લો. 2 ટમેટાને મિકસરમાં પીસીને પ્યુરી બનાવી લો.

એક પેન/કઢાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખો અને તેને આછા ભૂરાં રંગની થાય ત્યાં સુધી સાંતળી લો, તેમાં લગભગ 1-2 મિનિટનો સમય લાગશે. તેમાં આદું-લસણની પેસ્ટ અને સમારેલું લીલું મરચું નાખીને 30 સેકન્ડ માટે સાંતળી લો.

એમાં ટમેટાની પ્યૂરી અને મીઠું નાખો ( ધ્યાન રાખો કે ફ્ક્ત ટમેટાની પ્યૂરી માટે જ મીઠું નાખો કારણકે ચણાને બાફતા સમયે પહેલેથી મીઠું નાખેલું જ છે). પ્યુરિમાથી તેલ છૂટું પડે ત્યાં સુધી મધ્યમ આંચ ઉપર પકાવો, તેમાં લગભગ 4-5 મિનિટનો સમય લાગશે.

 

તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને સૂકો મસાલા પાઉડર (આગળ જે બનાવ્યો હતો તે) નાંખો. તેને બરાબર મિક્સ કરો અને 1 મિનિટ માટે પકાવો.

તેમાં બાફેલાં ચણા, તૈયાર ચણાની પેસ્ટ અને 1 કપ પાણી (બાફેલાં ચણામાથી કાઢેલું તે) નાંખો અને બરાબર મિક્સ કરો.

ગ્રેવીને ઘાટિ (જાડી) થાય ત્યાં સુધી પકાવો, તેમાં લગભગ 4-5 મિનિટનો સમય લાગશે. ગેસ બંધ કરી દો અને એક બાઉલમાં તૈયાર ચણા મસાલાનું શાક કાઢી લો. અને બારીક સમારેલ કોથમીરથી સજાવીને ભટુરા અથવા સાદા ભાતની સાથે ગરમાગરમ પીરસો.  

Post a Comment

Previous Post Next Post