ઘેરે જ બનાવો કાળા ચણાની ચટાકેદાર ચાટ|Spicy black gram chaat in Gujarati

 

મુંબઇ સ્ટાઈલ કાળા ચણાની ચટાકેદાર ચાટ

 

તમારી ચાટ ખાવાની ઇચ્છા થઈ છે, તો ઘરમાં રહેલા કાળા ચણાની બનાવો ટેસ્ટી ચટાકેદાર ચાટ.  અમે તમને અંહી ચટાકેદાર ચાટ બનાવવાની રીત વિષે જણાવવા જઈ રહ્યાં છે.

 

કાળા ચણાની ચાટ બનાવવા માટેની જરૂરી સામગ્રી:-

 

કાળા ચણા 2 કપ

લાલ મરચું પાવડર 1 ચમચી

બાફેલા બટાકા ૧

મીઠું 1 ચમચી (સ્વાદ અનુસાર)

ધાણા પાવડર 1 ચમચી

સમારેલા લીલાં મરચાં

પાણી- 2 કપ

જીરું પાવડર ½ ચમચી

સમારેલી ડુંગળી

તેલ 1 ચમચી

ગરમ મસાલો ½ ચમચી

સમારેલા ટામેટાં

જીરું 1 ચમચી

હળદર પાવડર ½ ચમચી

સમારેલી કાકડી

આદું-લીલા મરચાની પેસ્ટ 1 ચમચી

કાળું મીઠું 1 ચમચી

સમારેલું કોથમીર

ડુંગળી 1

પાણી 2 ચમચી

ચાટ મસાલો ૧ ચમચી

 

 

કાળા ચણાની ચાટ બનાવવાની રીત:-

 

સ્વાદિષ્ટ કાળા ચણાની ચાટ બનાવવા માટે 2 કપ કાળા ચણા લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો.

ગેસ પર કુકર મૂકો, તેમાં પલાળેલા ચણા (પાણી ઉમેરતા પહેલાં પાણી નિતારી લો), એક ચમચી મીઠું, બે ગ્લાસ પાણી ઉમેરો અને મધ્યમ તાપ ઉપર -4 સિટીઓ સુધી રાનધો.

3-4 સિટી વગાડ્યા પછી, ગેસ બંધ કરો અને વરાળને સંપૂર્ણ પણે બહાર નીકળવા દો.

કૂકરના ઢાંકણને દૂર કરો અને વધારનું પાણી કાઢી નાખો.


વેજ ચીઝ સેન્ડવિચ બનાવવાની રીત


ગેસ પર એક કઢાઈ મૂકો તેમાં 1 ચમચી તેલ ઉમેરો અને સારી રીતે ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું અને એક ચમચી આદું-લસણની પેસ્ટ નાખીને સારી રીતે સાંતળો.

એક સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સારી રીતે શેકો.

એક નાનો બાઉલ લો તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, ½ ચમચી જીરું પાવડર, ½ ચમચી ગરમ મસાલો, ½ ચમચી હળદર પાવડર અને 1 ચમચી કાળું મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

2-3 ચમચી પાણી ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો.

તૈયાર કરેલી પેસ્ટને કઢાઈમાં રેડો અને બધુ બરોબર મિક્સ કરો.

કઢાઈમાથી મસાલાનું તેલ છૂટું પડ્યા પછી તેમાં બાફેલા કાળા ચણા ઉમેરો અને 2 મિનિટ પકાવો.

બાફેલા બટાકાના ટુકડા ઉમેરો અને સારીરીતે મિક્સ કરો.

2 મિનિટ પછી, ગેસ બંધ કરી તેમાં બે સમારેલા લીલાં મરચાં, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, સમારેલી કાકડી, ઝીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ અને ચાટ મસાલો નાખીને બધુ બરાબર મિક્સ કરી લો.

તમારી મુંબઇ સ્ટાઈલ કાળા ચણાની ચટાકેદાર ચાટ તૈયાર છે.   


 

Post a Comment

Previous Post Next Post