જો તમને ફાસ્ટ ફૂડ ખાવાની ઇચ્છા થઈ રહી છે, પણ ઘરથી બહાર જવાનું મન નહીં થાય તો તમે આવી ગયા છો અમારી પાસે
બીજે જવાની જરૂર પડશે નહીં, કેમ કે આજે અમે તમારા માટે એક એવી
રેસિપી લઈને આવ્યાં છે, જે તમે તમારા હાથથી બનાવીને એનો આનંદ
પરિવાર સાથે ફાસ્ટ ફૂડનો લઈ શકો એ પણ બહાર જયા વગર ઘેરે જ, થઈ
જાવો તૈયાર ઘરમાં જ વેજ ચીઝ સેન્ડવિચ બનાવવા માટે અમે તમારા માટે સંપૂર્ણ માહિતી સાથે
હાજર થઈ ગયા છે.
વેજ ચીઝ સેન્ડવિચ બનાવવાની સામગ્રી:
8 બ્રેડની સ્લાઈસ |
1-2 લીલા મરચાં ઝીણા સમારેલા |
3-4 બાફેલા બટાકા |
2-3 ચમચી કોથમીર |
1 ડુંગળી ઝીણી સમારેલી |
જરૂરિયાત મુજબ ચીઝ સ્વાદ મુજબ મીઠું |
1 ટામેટું ઝીણું સમારેલું |
½ ચમચી મરી
પાઉડર |
½ કેપ્સિકમ
ઝીણું સમારેલું |
જરૂર મુજબ માખણ/તેલ/ઘી |
વેજ ચીઝ સેન્ડવિચ બનાવવાની રીત:-
સોથી પહેલા એક વાસણમાં બાફેલા બટાકાને
મેસ કરી લો.
હવે તેમાં સમારેલાં ડુંગળી, ટામેટાં, મરચાં,
કોથમીર, કેપ્સિકમ નાખવા.
તેમાં સ્વાદ મુજબ મીઠુંને મરી પાવડર નાખી
બરોબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં બ્રેડની સ્લાઈસ લઈ તેની
બને બાજુ તૈયાર મિશ્રણ લાગાડી દો.
એક સ્લાઈસ પર છીણેલું ચીઝ કે ચિઝની
સ્લાઈસ મૂકો, ત્યાર બાદ તેના પર બીજી મિશ્રણ
લગાડેલી સ્લાઈસ મૂકીને સહેજ દબાવી દો.
ગેસ પર એક નોન સ્ટિક તવી ને ગરમ કરો, તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં 1 ચમચી ઘી/માખણ/તેલ
નાખો.
તવી પર તૈયાર કરેલ સેન્ડવિચને મૂકો અને
ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ ધીમા તાપે શેકો.
એક બાજુ ગોલ્ડન થઈ જાય એટલે ચીપિયા વડે
કે તવેટિયા વડે બીજી બાજુ પણ 2-3 મિનિટ 1 ચમચી ઘી/માખણ/તેલ નાખીને શેકો.
બંને બાજુ ગોલ્ડન શેકીને બધી જ સેન્ડવિચ
તૈયાર કરો અને પીરસતી વખતે તેના કાપીને પીસ કરો અને લીલી ચટણી અને સોસ સાથે પીરસો.