7 એવી ટિપ્સ જે તમારો રાંધવાના ગેસનો ખર્ચો ઓછો કરી શકે.
અત્યારના સમયમાં મોંઘવારી
ખૂબ જ વધી ગઈ છે, મધ્યમ અને
ગરીબ વર્ગના લોકો એ કેટલીક વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે,
પરંતુ કેટલીક એવી વસ્તુ જે જીવન જરૂરિયાતની હોય છે, જેના પર
કોઈ પણ પ્રકારનો કાપ મૂકી શકતા નથી, પણ એનો કાળજી પૂર્વક
ઉપયોગ કરવાથી થોડી બચત જરૂર કરી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે રસોડામાં
રાંધણ ગેસનો ઉપયોગ કેવીરીતે કરવો અને એની બચત કેમ કરવી એ માટે અંહી 7 ટિપ્સ
આપેલી છે એ વિશે જાણીએ.
1.ખૂબ જાડા તળિયાવાળા
વાસણોનો ઉપયોગ ન કરવો:- ખાસ કરીને
શિયાળામાં ધ્યાનમાં રાખવાની પહેલી ટિપ્સ કે જો તમે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ
કરોછો તો તેને ગરમ થવામાં વધારે Time લાગે છે, જેથી તમારો રાંધણ
ગેસનું ઈંધણ પણ વધારે વપરાય છે, સાથે સમય પણ વધારે જાય છે.
તમે પાતળા તળિયાવાળા વાસણોનો
ઉપયોગ કરો જેને ગરમ થવામાં વધારે સમય લાગતો નથી, આ બાબત નાની લાગે છે પણ એ ઘણો જ ગેસ બચાવી શકે છે.
2. પ્રેશર કૂકરનો વધારે
ઉપયોગ કરવાનો રાખો:- કૂકરનો ઉપયોગ કરવાથી
ફાયદો થાય છે ખાસ કરીને શિયાળામાં વધુ ઉપયોગી બને છે. તે ઓછા સમયમાં ઝડપથી ગરમ થઈ
જાય છે અને આવા કિસ્સામાં તામારા ઈંધણની પણ બચત થાય છે. જો તમે તપેલી અથવા કઢાઈમાં
શાક બનાવો છો તો તેને પ્રેશર કૂકરમાં રાંધવાનું ચાલું કરો. આમ કરવાથી ઈંધણની પણ બચત થશે અને ખોરાક
રાંધવો પણ સરળ બનશે.
3. હંમેશા ઢાંકણું ઢાકીને
રસોઈ બનાવો:- હંમેશા ઢાંકણું ઢાકીને
ખાવાનું બનાવવું, વરાળને
કારણે રસોઈ ઝડપી બને છે અને સમય પણ ઓછો ખર્ચાય છે, તમે
ખુલ્લા વાસણમાં રસોઈ બનાવશો તો વરાળનો ઉપયોગ થશે નહીં અને સમય પણ વધારે ખર્ચાછે.
ખોરાકને ઢાંકીને રાંધવાથી
એમાં પોષણ પણ જળવાઈ રહે છે. દૂધ કે પાણી ગરમ કરવું હોય તો પણ ઢાકીને કરવાથી જલદી
થશે.
4. સમય સમય પર ગેસનું બર્નર
સાફ કરવું:- એ જાણવું જરૂરી છે કે જો
તમે ગેસનું બર્નર સારીરીતે સાફ નહીં કરો તો ઈંધણનો ઉપયોગ વધારે થશે. રાંધણ ગેસ(LPG)ની
જ્યોત વાદળી છે અને તે રંગ બદલે એટ્લે કે લાલ, પીળી અથવા
નારંગી દેખાય તો એનો અર્થ એ છે કે તમારે બર્નર સાફ કરવાની જરૂર છે. તમે બર્નર
ક્લિનિગ કિટ અથવા ખાવાના સોડાની સાથે ગરમ પાણીથી સાફ કરી શકો છો. સાફ કર્યા બાદ
તમે અવલોકન કરશો કે જ્યોત ફરી વાદળી થઈ ગઈ હશે.
5. રસોઈ કરતી વખતે ભીનાં
વાસણો મુક્તા ટાળો:- જો તમે ધોઈને તરત જ વાસણને ગેસ પર મુકશો તો
પહેલા એ વાસણનું પાણી સૂકાશે અને પછી વાસણ ગરમ થશે એમાં સમય અને ગેસનો વધુ ઉપયોગ
થશે.
એટલે પહેલા વાસણ ધોઈને બરોબર
સૂકા કપડાથી સાફ કરીને પછી ગેસના ચૂલા પર મૂકવું તેથી ઈંધણ અને સમયની બચત થશે.
6. ગેસ લીક ચેક કરતાં
રહેવું:- રેગ્યુલેટર(Regulator), બર્નર(Burner), ગેસ પાઈપ હંમેશા ચેક કરતું રહેવું, જો તમે આવું ન
કરો તો કોઈક વાર લીકેજના કારણે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો લીકની સમસ્યા
હોય તો એને તરત જ ઠીક કરીને ઉપયોગ કરવો. આમ કરવાથી તમે મોટા અકસ્માત અને ગેસની બચત
પણ કરી શકો છો.
7. રાંધતા પહેલા ખોરાકને
પલાળો:- લોકો હંમેશા ચોખા, કઠોળ, શાકભાજી
વગેરેને સીધા ગેસ પર ચઢાવી ડે છે. પરંતુ ચણા અને રાજમાની જેમ પહેલાં પલાળી રાખવાથી
એ ઝડપથી પાકી જાય છે. ચોખા અને દાળ વગેરે રાંધતા પહેલાં પલાળી લેશો તો એ જલદી
પાકષે સમયની સાથે ગેસની પણ બચત થશે.
મિત્રો આ માહિતી પસંદ આવી
હોય તો મિત્રો સાથે શેર કરીદો અને કોમેંટ કરીને અમને પણ જણાવો.