બનાવો ટેસ્ટી લીલી હળદરનું શાક|Lili Haldarnu Shak Banavo

 

લીલ હળદરનું શાક બનાવવા માટેની સામગ્રી

લીલ હળદરનું શાક બનાવવા માટેની સામગ્રી:-

 

1 ઝીણી સમારેલી ડુંગળી

½ કપ દંહી

બાફેલા લીલા વટાણા 1 કપ

લીલી હળદર 200 ગ્રામ

લાલ મરચાનો પાવડર 1 ચમચી

જીરું 1 ચમચી

1 ટામેટું ઝીણું સમારેલું

ધાણા જીરું પાવડર 1 ચમચી

હિંગ ¼ ચમચી

આદું મરચાં અને લસણની પેસ્ટ 2 થી 3 ચમચી

ગરમ મસાલો ¼ ચમચી

ઘી ½ કપ

કોથમીર 2 થી 3 ચમચી

 

 

લીલી હળદરનું શાક બનાવવાની રીત:-

 Kachi Haldarnu Banavo Testi Shak:


લીલી હળદરનું શાક બનાવવા સોપ્રથમ લીલી હળદરને પાણીમાં બરોબર ધોઈ લો ત્યાર બાદ તેને ચાકુવડે છોલી લઈ ફરીથી ધોઈ લેવી અને ત્યારબાદ કપડામાં કોરી કરી લેવી.

હવે લીલી હળદરને છીનીમાં છીણી લો અથવા સાવ ઝીણી સમારી લો.

ગેસ પર એક કઢાઈમાં અડધા કપ માથી ત્રણ ચાર ચમચી બાકી રહે એટલું ઘી બાકી રાખી બીજું ઘી કઢાઈમાં નાખો.

ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ લીલી હળદર નાખી ધીમા તાપે 7-8 મિનિટ શેકો. લીલી હળદર બરોબર શેકાઈ જાય એટ્લે એમાં સમારેલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરો.

એમાં હવે લાલ મરચાનો પાવડર, ધાણા જીરુનો પાવડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિકસ કરો અને ટામેટાં નાખી શેકો, ટામેટાં બરોબર ચઢી જાય એટલે એમાં થોડું દંહી નાખી મિકસ કરીને પાંચ મિનિટ શેકો.

કઢાઈને એક બાજુ મૂકી ડો અને વઘારિયામાં બાકી રહેલ ઘી લો, ઘી ગરમ થાય એટ્લે એમાં જીરું, હિંગ નાખો અને આદું-લસણ, મરચાની પેસ્ટ નાખી એક-બે મિનિટ શેકો.

તૈયાર વઘારને હવે શાકમાં નાખો અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચાર-પાંચ મિનિટ સુધી ચઢવા ડો.

લાસ્ટમાં એમાં કોથમીર નાખી મિક્સ કરો અને ગરમા ગરમ પીરસો.

Post a Comment

Previous Post Next Post