આજે અમે લાઈને આવ્યા ચ્હે તમારા
માટે એક જોરદાર રેસીપી જે તમે જાણતા જ હશો પણ એમાં થોડું ચેન્જ કરવાથી તમને સ્વાદમાં
એક અનોખો આનંદનો અનુભવ થશે, તો થઈ જાવો તૈયાર
અમે જણાવા જય રહયા છીએ એક જોરદાર રેસિપી.
દૂધી ચણાની દાળનું શાક
બનાવવા માટે જરૂરી સામગ્રી:-
1 કાપેલી દૂધી |
એક ચપટી હિંગ |
2 ચમચી ઝીણું સમારેલું કોથમીર |
¼ કપ ચણાની દાળ |
લસણની 5-6 કળી ઝીણી સમારેલી |
¾ કપ પાણી |
1 મધ્યમ ટામેટું ઝીણું સમારેલું |
¾ ચમચી લાલ મરચું પાવડર |
1 નાનો ટુકડો તજ |
¼ ચમચી રાઈ |
1 ચમચી ધાણા પાવડર |
મીઠું સ્વાદ પ્રમાણે |
½ ચમચી જીરું |
¼ ચમચી હળદર |
2 ચમચા તેલ |
દૂધી ચણાની દાળની શાક
બનાવવાની રીત:-
સર્વ પ્રથમ ચણાની દાળ ધોઈ લો
અને 30 મિનિટ માટે પાણીમાં પલાળી દો, 30 મિનિટ પછી ચણાની દાળ માથી વધારાનું પાણી કાઢી નાખો.
એક દૂધી લો અને એની છાલ
ઉતારી લો અને તેને નાના નાના ટુકડાઓમાં કાપી લો.
એક 3 થી 5 લિટરની ક્ષમતા
વાળા એલ્યુમિનિયમ અથવા સ્ટીલના પ્રેશર કૂકરમાં મધ્યમ આંચ ઉપર 2 ચમચા તેલ ગરમ કરો, તેમાં રાઈ નાખો જ્યારે એ તતડવા લાગે ત્યારે
તેમાં જીરું, હિંગ, સમારેલું લસણ અને
તજનો ટુકડો નાખો, લસણ થોડું બદામી રંગનું થાય ત્યાં સુધી
સાંતળો.
એ પછી એમાં સમારેલું ટામેટું, લાલ મરચું પાવડર, ધાણા
પાવડર અને હળદર નાખો.
જ્યાં સુધી ટામેટું નરમ થઈ
જાય ત્યાં સુધી સાંતળો, તેમાં લગભગ
2-3 મિનિટનો સમય લાગશે.
એમાં પલાળેલી ચણાની દાળ
નાખો.
તેમાં કાપેલી દૂધી અને મીઠું
નાખો.
તેને બરાબર મિક્સ કરો અને
3-4 મિનિટ સુધી સાંતળો, આ સ્ટેપ
જરૂરી ચ્હે દૂધી જેટલી વધારે તેલમાં મસાલા સાથે સંતળાશે તેટલો જ શાકનો સ્વાદ સારો
આવશે.
એમાં ¾ કપ પાણી નાખો અને બરાબર મિક્સ કરી લો. કુકરનું ઢાંકણ બંધ
કરો અને તેને મધ્યમ આંચ પર 5 સિટી થાય ત્યાં સુધી ચઢવા દો.
પછી ગેસ બંધ કરો અને
કૂકરમાથી હવા નીકળવા દો. પછી ઢાકણું ખોલો અને શાકને ચાખી લો, જો જરૂર લાગે તો વધારે મીઠું નાખો.
જો રાંધેલા શાકમાં વધારે
ગ્રેવી (પાતળી) લાગે તો 2-3 મિનિટ માટે અથવા તમારી ઇચ્છા મુજબ જ્યાં સુધી ગ્રેવી
ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
પછી દૂધી ચણાની દાળના શાકને
સમારેલા કોથમીર વડે સજાવો.