બનાવો સ્વાદિષ્ટ ચટાકેદાર લસણની ચટણી આ રીતે|Lasan ni Chatni kem banavi ?

 


બનાવો સ્વાદિષ્ટ Garlicની sauce આ રીતે

 

જરૂરી ચીજ વસ્તુઓ:-

15-20 સૂકા આખા લાલ મરચાં

½ ચમચી રાઈ

¼ ચમચી હિંગ

20-25 લસણની કળીઓ

1 ચમચી જીરું

સ્વાદ મુજબ મીઠું

1 નાનો આદુનો ટુકડો

½ ચમચી આખા ધાણા

4-5 ચમચી તેલ

 

 

લસણની ચટણી બનાવવાની રીત:-

લસણની ચટણી બનાવવા માટે સોપ્રથમ એક વાસણમાં સૂકા મરચાંના બીજ કાઢી, કટકા કરી એક વાર પાણીથી ધોઈને એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી એક બે કલાક સુધી પલાળી રાખો.

હવે લસણ લઈ કળીઓ સાફ કરો અને પાણીથી ધોઈ કપડાથી કોરી કરી લો.

ગેસ પર એક કઢાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટ્લે એમાં લસણની કળીઓ નાખી ધીમા તાપે શેકો, બે ત્રણ મિનિટ લસણ શેકયા પછી એમાં આદુનો ટુકડો નાખો.

હવે તેમાં આખા ધાણાં, અડધી ચમચી જીરું નાખી શેકો.

લસણનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં પલાળી મુકેલ મરચાંને પાણી નિતારી એમાં નાખો (મરચાનું પાણી જે નિતાર્યું છે  એ નાખવું નહીં). બધી જ સામગ્રી બે ત્રણ મિનિટ શેકયા બાદ ગેસ બંધ કરી એમને ઠંડુ થવા દો.

 

લસણ મરચાં ઠંડા થાય એટલે એને મિક્સરમાં લઈ ને પિસો જરૂર લાગે તો જે મરચાં પલાળેલા એનું પાણી નાખી દર દરી પીસી લો.

 

હવે ગેસ પર ફરી એજ કઢાઈમાં ટીઆરએન ચાર ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી તતડાવો, ત્યાર બાદ હિંગ નાખો અને પીસેલી ચટણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને શેકો.

 

ચટણીમાં રહેલ પાણી બધુ ઊડીજાય અને તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો, શેકતા આઠ દસ મિનિટ લાગી શકે છે.

ચટણી બરોબર શેકાય જાય એટલે ગેસ બંધ કરો અને ઠંડી થવા દો.

ત્યાર બાદ હવાચુસ્ત બરણીમાં ભરી લો અને ફ્રીજમાં મૂકી મહિનાઓ સુધી પૂરી, વડાપાવ, રોટલી સાથે એની મજા માણી શકો. તો આમ તૈયાર છે તમારી ચટાકેદાર લસણની ચટણી.

Post a Comment

Previous Post Next Post