મકાઈની રોટલી બનાવવામાટે સામગ્રી:-
૧/૨ કપ
મકાઈનો લોટ
૨ ટેબલસ્પૂન બારીક સમારેલ લીલાં ધાણા
૧ ટીસ્પુન અજમો
ગરમ પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
સ્વાદ અનુસાર મીઠું
તેલ અથવા ઘી શેકવા માટે
મકાઈની રોટલી બનાવવાની રીત:-
એક
કટોરામાં મકાઈનો લોટ સૌપ્રથમ ચાળી લો.
ત્યાર બાદ તેમાં બારીક સમારેલ લીલાં ધાણા, અજમો
અને મીઠું નાખી થોડું થોડું ગરમ પાણી નાખી અને થોડો કઠણ મુલાયમ લોટ બાંધો (પારોઠના
લોટ જેવો).
એને ૬ સરખા ભાગમાં વહેંચી ડો. તમારી હથેળી
પાણીથી ભીની કરીને દરેક ભાગને ગોળ આકાર આપો, એક પ્લાસ્ટીકની જીપલોક બેગ લો અને
તેને બંને બાજુથી કાપો. તેને પાટલીની ઉપર મુકો અને તેની ઉપર એક લોટનો ગોળો મુકો.
એક તવાને માધ્યમ આંચ પર ગરમ કરો.
લોટના ગોળાને દબાવીને લૂઆનો આકાર આપો અને તેને
કાપેલી પ્લાસ્ટિક બેગના બીજા ભાગથી ઢાંકો. હવે તેને વેલણથી ગોળ આકારની થોડી જાડી
રોટલી વણો.
તેની ઉપરથી પ્લાસ્ટિક કાઢો અને રોટલીને તમારી
હથેળી પર ઉલ્ટી કરીને નાખો.
હવે સરળતાથી ઉપરથી પ્લાસ્ટિક હટાવો.
ગરમ
તવાની ઉપર નાખો અને તેને એક મિનીટ માટે પકાવો.
તેને પલટો અને તેની ઉપર સમાનરૂપે તેલ લગાવો.
એક મિનીટ પછી તેને પલટો અને બંને બાજુ તેલ
લગાવી દો. બંને બાજુ હલકો પીળો રંગ થાય ત્યાં સુધી શેકો.
પછી રોટલી એક પ્લેટમાં કાઢો અને તેની ઉપર માખણ
લગાવો, તેને ગરમા ગરમ સરસોના સાગ સાથે પીરસો. જ્યારે મકાઈની રોટલી ઠંડી થઇ જાય તો
એ નરમ નહી રહે માટે તેને ગરમ જ પીરસો.
નોંધ:- પીળા રંગની મકાઈના લોટનો ઉપયોગ કરો,
સફેદ રંગના ,મકાઈના લોટનો ઉપયોગ ન કરો.
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો, આવી જ અવનવી
વાનગી વાંચવા અને શીખવા માટે www.kitchenkit.in.net સાથે જોડાયેલા રહો.